Feedback
|
Give your Feedback Close
  • Name :
  • Address :
  • Email ID :
  • Mobile No :
  • Message :
શ્રી કચ્છી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પરિવાર વિષે
દેશના એક ખૂણામાં વસેલી આપણી આ મહાન જ્ઞાતિની ગૌરવ ગાથા અનેરી છે. જ્ઞાતિને હંમેશા ગંગાના પ્રવાહ સાથે સરખાવાતી હોય છે. જ્ઞાતિ આપણને એક ઓળખ આપે છે, આપણી જેવા જ, સમાન વિચારો, સમાન ઇતિહાસ, સમાન ગુણો અને સમાન સમસ્યાઓ ધરાવતા, આપણા પોતિકા લોકોનો એકરૂપ સમૂહ એટલે આપણી આ જ્ઞાતિ. જ્ઞાતિ એટલે પ્રાચીન પરંપરા, સદીઓના ઇતિહાસ અને ગરવાઈની ગાથા. એ પરંપરા અને આધુનિકતાનો સમન્વય કરતી આ વેબસાઈટ અત્યંત ઉપયોગી નીવડે તેવું છે. આપણી જ્ઞાતિની વેબસાઈટથી ઘણાં ફાયદા થવાના છે. અહીં પ્રસ્તુત છે આ વિચાર અને તેના પરિણામે થનારા લાભનો એક ચિતાર. આશા જ નહીં પૂર્ણ શ્રધ્ધા છે કે આપને અમારો આ નમ્ર પ્રયાસ પસંદ પડશે.
આ વેબ સાઈટ દ્વારા આપણો સમૃદ્ધ ઇતિહાસ ઉજાગર થશે અને નવી પેઢીને આપણી પ્રણાલીકાઓ, આપણા ગૌરવ અને ભવ્ય વારસાનો સાચો અને પૂર્ણ પરિચય મળશે. આપણી જ્ઞાતિના કુટુંબો વ્યાવસાયિક અને અન્ય કારણોસર કચ્છ અને દેશના વિવિધ ભાગોમાં વસેલા છે. આ સૌને એક સુત્રે બાંધતી એક કડી રૂપે આ વેબ સાઈટ ઉપયોગી બની રહેશે. છેલ્લે સને ૧૯૯૫મા આપણું વસ્તીપત્રક બન્યું તે પછી આવો કોઈ પ્રયત્ન થયો નથી. આ ૧૭ વર્ષોમાં ગંગા નદીના પાણી અને તેના પ્રવાહો પરિવર્તનના પવને પલટાઈ ગયા છે. અત્યારે આપણા જ્ઞાતિજનોની આધારભૂત માહિતીનો અન્ય કોઈ સ્રોત ઉપલબ્ધ નથી. આ વેબસાઈટ તે કમી સુંદર રીતે પુરી કરશે. વૈવાહિક સંબંધો માટે પણ આ એક અત્યંત ઉપયોગી અને હાથવગું સાધન બની રહેશે. આ રીતે આંતર જ્ઞાતિય લગ્નોનું પ્રમાણ ઘટશે અને આપણા સમાજે બીજે નજર દોડાવવાની જરૂરત નહીં રહે.
પ્રસંગોની માહિતી
કચ્છમાં ભુજ, અંજાર, માંડવી, મુંદ્રા, ગાંધીધામ અને નખત્રાણા અને અન્ય સ્થળોએ જ્ઞાતિજનો પોત પોતાની અનુકુળતા અને પહોંચ મુજબ વિવિધ સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરતા રહે છે. આ સાઈટ ઉપર આવા કાર્યક્રમોની વિગત દસેક દિવસ પહેલાં દર્શાવતાં સૌ જ્ઞાતિજનોને તેની આગોતરી માહિતી મળી શકશે. બહારથી આવીને આપણા ભાઈઓ આવા કાર્યક્રમોનો લાભ લઇ શકશે અને કાર્યક્રમોની શોભામાં પણ અભિવૃદ્ધિ થઈ શકશે. આપણા સંબંધોમાં મધુરપ વધશે અને આપણા બોન્ડ્ઝની મજબુતી વધતી રહેશે. આવા નાના મોટા આયોજનોનો જે લોકો લાભ ન લઇ શક્યા હોય તેમના લાભાર્થે અને જેમણે લાભ લીધો હોય તેમના આનંદને બેવડાવવા પૂર્ણાહુતિ પછી તેની વિગતો, ફોટોગ્રાફ્સ અને (બની શકે તો) વિડીયો ક્લિપ્સ સાથે આપણી સાઈટ પર દર્શાવી શકાશે.
આપણા અનેક સેવાભાવી ટ્રસ્ટો અને અન્ય સંસ્થાઓ જ્ઞાતિના ઉત્કર્ષ અને સહાયના કાર્યો કરે છે. તેઓની સંમતિથી આ વેબ સાઈટ તેમની પ્રવૃત્તિઓની અને યોજનાઓની આરસી બની આપણા લોકોને ઉપયોગી બની શકશે. આ વિગતોની પ્રસિદ્ધિ તે સંસ્થાનો સાચો પરિચય તો આપશે જ પણ આવી અન્ય સંસ્થાઓને તેવી પ્રવૃત્તિઓ કરવા પ્રેરક પ્રોત્સાહન પણ પુરું પાડી શકશે. આપણી જ્ઞાતિની વાડીઓની માહિતી, ત્યાં ઉપલબ્ધ સગવડતાઓ, તેના બુકિંગની વિગત દર્શાવી તેની ઉપયોગીતામાં મદદરૂપ થઇ શકાશે. આજના યુગમાં માહિતીનું મહત્વ અત્યંત વધી ગયું છે. આ સાઈટ ઉપર શિક્ષણ અને અન્ય ક્ષેત્રે બાળકોની પ્રગતિ, નોકરીમાં પ્રમોશન, ધંધાનો વિકાસ કે વિસ્તાર, વેવિશાળ, લગ્ન, વંશ વૃદ્ધિ, સ્વર્ગવાસ, સરનામામાં ફેરફાર જેવી વિવિધ માહિતીની પ્રસિદ્ધિ થઇ શકશે. આ રીતે જ્ઞાતીજનો એક બીજાના સમાચાર જાણવાથી પણ આનંદ પામતા રહેશે એટલું જ નહીં તેથી ભાઈચારામાં પણ વૃદ્ધિ થશે.
તાજા સમાચાર
શ્રી કચ્છી બ્રહ્મક્ષત્રિય માકપટ (છન્ના) નવયુવક મંડળ દ્વારા આયોજીત ચતૃઁથ સ્નેહમિલન
વિશેષ...
ભુજમાં બ્રહ્મક્ષત્રિય યુવક મંડળની સુવર્ણ  જયતીની ઉજવણી : વિવિધ કાર્યક્રમ યોજાયા
વિશેષ...
શ્રી કચ્છી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિપંચ -માંડવી(કચ્છ) દ્વારા આયોજીત નવા વર્ષ નું સ્નેહમિલન કાર્યક્રમ
વિશેષ...
ભુજ ખાતે પ્રતિષ્ઠા મહોત્સવ
વિશેષ...
શ્રી કચ્છી બ્રહ્મક્ષત્રિય મિત્રમંડળ માંડવી -સરસ્વતી સન્માન કાર્યક્રમ 
વિશેષ...
વેબસાઈટની માહિતીના સ્રોત
જે તે ગામ/વિસ્તારના જ્ઞાતિ પંચ તેમના કાર્યક્ષેત્રના કુટુંબોની સંપૂર્ણ માહિતી એકઠી કરશે. અથવા જે તે ગામ/વિસ્તારના જ્ઞાતિ પંચોએ તેમના કાર્યક્ષેત્રના કુટુંબોની સંપૂર્ણ માહિતી એકઠી કરી છે. આજ પંચો અગર આ હેતુસર બનાવાયેલી સમિતિઓ સમય સમય ઉપર આ માહિતીમાં થતા ફેરફાર સાઈટ પર અપડેટ કરતા રહેશે. વિવિધ જ્ઞાતિ સંસ્થાઓના સક્રિય સહકારથી આ વેબ સાઈટને સતત અપ ડેટ રાખીશું. કામ કામને શીખવે તેમ દિવસે દિવસે વધુ ને વધુ નાવીન્ય સભર, માહિતીપૂર્ણ અને ઉપયોગી થશે તેવી આશા અને અપેક્ષા રહે છે.
ઋણ સ્વિકાર
આ વેબસાઈટ બનાવવાના મારા નાનકડા વિચાર-બીજને સાથ સહકાર અને પ્રોત્સાહન આપી મારું સ્વપ્ન સાકાર કરવામાં મદદરૂપ થવા માટે આપણી જ્ઞાતિના આગેવાનો, તેની વિવિધ સંસ્થાઓ, તેના પ્રમુખ, મંત્રી જેવા હોદ્દેદારો અને કાર્યકર્તાઓનો આભાર માનું છું. હિંગલાજ માતાની અસીમ કૃપાથી જ આ ભગીરથ અને નવલું કાર્ય શક્ય બન્યું છે. આવડા મોટા આયોજન માટે કરકસર કરીએ તો પણ ખર્ચ ઘણો આવે. આર્થિક ટેકા વગર આ કાર્ય સંપન્ન કરવું મુશ્કેલ હતું. આ વેબસાઈટ બનાવવા માટેનો તમામ ખર્ચ શ્રી રવિલાલ ગાંગજી છાંટબાર (ડુમરાવાડા) એ આપેલ છે. તેમજ આ વેબસાઈટના ડોમેન રજીસ્ટ્રેશન અને હોસ્ટીંગનું પ્રથમ વર્ષનું ખર્ચ શ્રી અંજાર બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ તરફથી આપવામાં આવેલ છે. એવી જ રીતે સર્વે કરવા માટે જરૂરી ફોર્મના પ્રિન્ટીંગનો ખર્ચ શ્રી ભુજ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ તરફથી આપવામાં આવેલ છે. આ ત્રણે સંસ્થાઓ અને તેમના હોદ્દેદારોનો આભાર માનીએ તેટલો ઓછો છે.
તે ઉપરાંત આ ભગીરથ કાર્ય ને પૂર્ણ કરવા જુદા જુદા ગામડાં અને શહેરોનાં જ્ઞાતિના આગેવાનો અને કાર્યકરો તથા નામી અનામી જ્ઞાતિબંધુઓ નો સાથ સહકાર મળેલ છે તો તેમનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. નલિયાથી દિનેશભાઈ છાંટબાર, કાન્તિલાલ રાજાવાઢા અને જ્ઞાતિનાં સભ્યો, નખત્રાણાથી વિનયભાઈ ધાંધા, હીરાલાલભાઈ ધાંધા તથા જ્ઞાતિનાં સભ્યો, માંડવીથી જીનેશભાઈ દુબલ, મનીષભાઈ લીયા, મુકેશભાઈ લીયા, ચેતનભાઈ ટાટારિયા, નિશ્ચલભાઈ કારાતેલા, અને જ્ઞાતિના સભ્યો, મુન્દ્રાથી અશ્વિનભાઈ ધનાણી અને જ્ઞાતિનાં સભ્યો, ભુજથી ભવાનજીભાઈ મચ્છર, શાંતિલાલભાઈ મચ્છર, લાલજીભાઈ શનીશ્ચરા, કિશોરભાઈ લીયા, વેલજીભાઈ મચ્છર તથા જ્ઞાતિનાં સભ્યો, અંજારથી રમેશભાઈ છાંટબાર, વ્રજલાલભાઈ સોનેજી તથા જ્ઞાતિનાં સભ્યો, ગાંધીધામથી મુરજીભાઇ ટાટારિયા, ભરતભાઈ ખુડખુડીયા તથા જ્ઞાતિનાં સભ્યો આવી જ રીતે આ વેબસાઈટ બનાવવામાં તેના પ્રાથમિક આયોજનથી લઇ અંતિમ ક્ષણ સુધી અમદાવાદનાં જયરાજભાઈ ગોસ્વામી અને આ સિવાય પણ ગણી બધી નાની શક્તિઓનો અમૂલ્ય સહકાર અને સક્રિય મદદ મળી છે જેનાથી આ કાર્ય સફળ થયું છે તેમના અમે અત્યંત આભારી છીએ.
testimonials

Visitors :

0024982
  • આપણી પોતીકી વેબસાઈટ જોઈ ખુબ જ આનંદની લાગણી સાથે સમય સાથે કદમ મિલાવતાનો આનંદ મળ્યો... મુખ પૃષ્ઠ એકદમ સુંદર અને સરસ રીતે ડીઝાઇન કરેલ છે. આપણી જ્ઞાતિનાં ઈતિહાસની જાણકારી અહી પ્રસ્તુત કરી છે જે અભિનંદનને પાત્ર છે. સાથે સાથે ૧૮ વર્ષ બાદ આપણા કચ્છ ક્ષેત્ર પૂરતા માહિતી એકત્ર કરી ને ઓનલાઈન આપનો પરિચયની માહિતી વિગતે આપવામાં આવી છે એના માટે આપીએ તેટલા અભિનંદન ઓછા પડે. આ ભગીરથ કાર્ય કરવા બદલ શ્રી કચ્છી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પરિવાર ને હાર્દિક અભિનંદન. કિશોર લીયા (ભુજ)
  • આજના ઈ-યુગ સાથે આપણી જ્ઞાતિ એ કદમ સાથે કદમ મિલાવીને આ યુગની સાથે ચાલવા ની શરૂઆત કરી ચુકી છે આ વેબસાઈટ થી આપણો સમાજ વધુ ને વધુ નજીક આવશે ......ખુબ ખુબ ધન્યવાદ મનીષ લીયા (માંડવી)
  • શ્રી કચ્છી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પરિવારની વેબસાઈટ લોચીંગ કરવા બદલ હું સુખદેવ મચ્છર આપશ્રીને તેમજ આપની ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું. આજનું યુગ કોમ્યુટર યુગ થઇ ગયું છે આવા કોમ્યુટર યુગમાં આપણું સમાજ જોડાયું જેઠી અનહદ ખુશી થઇ. આપની વેબસાઈટની ડીઝાઇન, આપણું ઈતિહાસ, આપણા સમાજના રીત રીવાજો, આપણા સમાજના પ્રોગ્રામના ફોટો, આપણા સમાજની જાહેરાતો જે બધું અમારી કલ્પનાથી પણ અતિ સુંદર બનાવેલ છે. સુખદેવ મચ્છર (ભુજ)
  • સવૅ જ્ઞાતિજનોને મારા જય હિંગલાજ...... આજના આધુનિક યુગમાં ઇનટરનેટ એક અનિવાયૅ જરૂરિયાત છે. આ જરૂરિયાત સાથે આપણી જ્ઞાતિએ કદમ મિલાયો જેથી ખુબ ગવૅની લાગણી થાય છે. આ વેબસાઇટ થકી આપણી જ્ઞાતિવિશેની જરૂરી માહિતી એક કલિક કરતા મેળવી શકાય છે અને જ્ઞાતિ સાથેનો જોડાણ વધુ મજબુત બને છે. આ વેબસાઇટ બનાવનાર અને મદદ કરનાર સવૅ કાયૅકરોને ખુબ ખુબ અભિનંદન........ હીરાલાલ આર.ધાંધા (નખત્રાણા)